મોદીએ ઉર્જા ક્ષેત્રની કંપનીઓના CEOની સાથે રાઉન્ડ ટેબલ મિટિંગ કરી

  • 5 years ago
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમા ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી શનિવારે મોડી રાતે હ્યૂસ્ટન પહોંચ્યા છે અહીં એરપોર્ટ પર ટ્રેડ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સના નિયામક ક્રિસ્ટોફક ઓલ્સન અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું મોદીએ અમેરિકાના એનર્જી સિટી કહેવાતા હ્યૂસ્ટમાં ઉર્જા કંપનીઓના 17 CEO સાથે બેઠક કરી હતી ઉર્જાના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચેના સહયોગને વધારવાના ઉદ્દેશથી આ બેઠક કરાઈ છે ભારતીય પેટ્રોલિયમ કંપની પેટ્રોનેટે અહીં અમેરિકાની પ્રાકૃતિક ગેસ(LNG) કંપની ટેલ્યુરિન સાથે 50 લાખ એલએનજી પ્રતિવર્ષ આયાત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યાય MOU પ્રમાણે, પેટ્રોનેટ ડ્રિક્ટવુડ હોલ્ડિંગમાં રોકાણ કરશે, જેનાથી પેટ્રોનેટને પ્રોજેક્ટના પહેલા તબક્કા અથવા બીજા તબક્કામાંથી દરવર્ષે 50 લાખ ટમ LNG ખરીદવાનો અધિકાર મળી જશે ટેલ્યુરિન અને પેટ્રોનેટનો કરાર લેણદેણ 31 માર્ચ 2020 સુધી પુરો કરશે

Recommended