Search
Library
Log in
Watch fullscreen
2 years ago

‘નાયક નહીં ખલનાયક હું મૈં’ સોન્ગ પર નાચ્યા બીજેપીના ધારાસભ્ય

DivyaBhaskar
DivyaBhaskar
ગઈકાલે દેશભરમાં ભાજપના અનેક કાર્યકર્તાઓએ પીએમ મોદીના 69મા જન્મદિવસની ધામધૂમથૂ ઉજવણી કરી હતી આ પ્રસંગે અનેક મંદિરોમાં હવન કે આરતીનું પણ આયોજન કરવામાં આવ્યુંતો ક્યાંક રક્તદાન શિબિર જેવા પ્રોગ્રામોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેવામાં મધ્ય પ્રદેશના ભાજપ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયનો ફરી એક વીડિયો વાઈરલ થયો છે વાઈરલ વીડિયોમાં તેઓ ફિલ્મ ખલનાયકના ટાઈટલ સોન્ગ ‘નાયક નહીં ખલનાયક હું મૈં’પર અન્ય કાર્યકર્તાઓની સાથે થિરકતા જોવા મળ્યા છે લોકોના જણાવ્યા મુજબ તેઓએ આ ડાન્સ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી માટે રખાયેલા પ્રોગ્રામમાં કર્યો હતો મંગળવારે આયોજીત કરાયેલા સેલિબ્રેશનના સમયે તેમણે આ ગીત પ્લે કરાવીને ડાન્સ કર્યો હતો કાર્યકર્તાઓના કહેવા પ્રમાણે ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયના ફેવરિટ સોન્ગમાંનું જ આ એક સોન્ગ છે તમને જણાવી દઈએ કે આ પહેલાં પણ આ ધારાસભ્ય નગરપાલિકાના એક અધિકારીને જાહેરમાં જ બેટથી ફટકારતા કેમેરામાં કેદ થયા હતા જેનો પણ વીડિયો વાઈરલ થતાં જ છેક રાષ્ટ્રિય કક્ષાએ તેમનું આ કારનામું ચર્ચામાં આવી ગયું હતું

Browse more videos

Browse more videos