નાગાલેન્ડ-આસામના ગોંધી રખાયેલા 12 બાળકો સહિત 94 મજૂરોને છોડાવાયા, આર્થિક શોષણ કરાતું

  • 5 years ago
અમદાવાદઃ કઠવાડા જીઆઈડીસીમાં આવેલી GSP ક્રોપ સાયન્સ નામની દવા બનાવતી કંપનીમાં ત્રણ મહિનાથી કામ કરતા 12 બાળકો સહિત 94 બંધૂઆ(કરાર આધારિત)મજૂરોને નિકોલ પોલીસે છોડાવ્યા છે આ તમામ મજૂરોને ગોંધી રાખી તેમની ઈચ્છા વિરૂદ્ધ કામ કરાવવાની સાથે આર્થિક શોષણ પણ કરવામાં આવતું હતું આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સિનોયહીલ પુટી ક્રિશ્ચન રહે મૂળ આસામ અને હોતન બાયુની ક્રિશ્ચન રહેમૂળ નાગાલેન્ડ મારફતે આરોપી મુકેશ ભરવાડ મજૂરોને લાવી કામ કરાવતો હતો આ તમામ મજૂરોને SP રિંગ રોડ પર રણાસણ ટોલટેક્સ પાસે આવેલા બામ્ભા ફાર્મ હાઉસમાં રાખવામાં આવ્યા હતા આ મામલે મુકેશ રણછોડ ભરવાડ નામના શખ્સની અટકાયત કરી ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે