શિવસેના સાંસદે કહ્યું- ફક્ત સાંસદ બનવા માટે અમારા ગઠબંધનમાં ન જોડાશો
  • 5 years ago
શિવસેના સાંસદ સંજય રાઉતે ભાજપ અથવા શિવસેનામાં જોડાઈ રહેલા અન્ય દળોના નેતાઓને સલાહ આપતા કહ્યું કે, સાંસદ અથવા ધારાસભ્યો અમારા ગઠબંધનમાં ન જોડાય અમારી સાથે જોડાતા પહેલા તમારે હિન્દુત્વની વિચારધારાને અપનાવવી પડશે રાઉતે આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે તાજેતરમાં જ કોંગ્રેસ અને એનસીપીના ઘણા નેતાઓ એનડીએમાં જોડાયા છે

કોંગ્રેસ અને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપીના ઘણા નેતા ભાજપ અથવા શિવસેનામાં સામેલ થયા છે મંગળવારે જ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કૃપાશંકર સિંહે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે તેમની ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે

રાઉતે કહ્યું કે, જે અમારા ગઠબંધનમાં જોડાવાનું વિચારી રહ્યા હોય તેમને સૌ પ્રથમ હિન્દુત્વનો અંગીકાર કરવો પડશે અમારા દરવાજા એવા લોકો માટે બંધ છે, જે ફક્ત સાંસદ, ધારાસભ્ય અથવા મંત્રી બનવવા માટે પાર્ટીમાં જોડાવા માગે છે જો તેમને આ વાત માન્ય છે તો અમે દિલથી તેમનું સ્વાગત કરીએ છીએ
Recommended