અનેક ગુનામાં સંડોવાયેલો બિલ્ડર કમલેશ રામાણી ફ્લેટમાં યુવતી સાથે નશાની હાલતમાં ઝડપાયો
  • 5 years ago
રાજકોટ:શહેર પોલીસ દફતરે અગાઉ અનેક વખત ચડી ચૂકેલો નામચીન બિલ્ડર કમલેશ રામાણી શુક્રવારે બપોરે તેના ફ્લેટમાંથી નશાખોર હાલતમાં મળી આવ્યો હતો ફ્લેટમાં પોલીસ પહોંચી ત્યારે કમલેશ નશો કરેલી હાલતમાં હતો શહેરની ભાગોળે કાલાવડ રોડ પર નિરાલી રિસોર્ટ સામે આવેલા તુલીપ ફ્લેટ નં203માં રહેતો કમલેશ વશરામ રામાણી પોતાના ફ્લેટમાં શંકાસ્પદ હાલતમાં હોવાની હકીકત મળતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વણજારા અને ક્રાઇમબ્રાંચની ટીમ દોડી ગઇ હતી પોલીસ પહોંચી ત્યારે ફ્લેટમાં કમલેશ રામાણી હાજર હતો પોલીસે તપાસ કરતાં કમલેશ રામાણી નશાખોર હાલતમાં હોવાથી પોલીસે કમલેશને ઉઠાવી લઇ તાલુકા પોલીસ સ્ટેશને લઇ ગયા હતા
Recommended