ટ્રેનર કોકપીટમાં બેભાન થઇ જતાં પહેલી જ ફ્લાઇટમાં ટ્રેની પાયલટે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું

  • 5 years ago
ઓસ્ટ્રેલિયામાં એક તાલીમાર્થી પાયલટને અચાનક ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી કારણ કે તેને તાલીમ આપનાર પાયલટ કોકપીટમાં જ બેભાન થઇ ગયો હતો ગ્રાઉન્ડ સ્ટાફે જણાવ્યું હતું કે આ તાલીમાર્થી પહેલી વખત જ પ્લેન ઉડાવી રહ્યો હતો મેક્સ સિલ્વેસ્ટર હવામાં પ્લેન ઉડાડવાની કામગીરી શીખી રહ્યો હતો પણ અચાનક તેનો ઇન્સ્ટ્રક્ટર રોબર્ટ મોલાર્દ બેભાન થઇ ગયો હતો આ વખતે બન્ને જણ બે સીટ વાળા સેસના પ્લેનમાં હતા

આ પરિસ્થિતિ જોતાં મેક્સએ તેને તાલીમ આપતી કંપનીને એક ડિસ્ટ્રેસ કોલ કર્યો મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેણે કંપનીનો સંપર્ક સાધીને કહ્યું કે તે ઇન્સ્ટ્રક્ટર રોબર્ટને ભાનમાં લાવી શકતો નથી સંપર્ક કર્યા બાદ કંપનીના ઓપરેટરે મેક્સને લેન્ડિંગ કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું ઓપરેટરે પૂછ્યું કે આ પહેલા ક્યારે પ્લેન ઉડાડવાનો કોઇ અનુભવ છે કે નહિં તેના જવાબમાં સિલ્વેસ્ટરે કહ્યું કે આ તેનો પ્રથમ અભ્યાસ છે જોકે રોબર્ટે આ પહેલા તેને સારો વિદ્યાર્થી ગણાવ્યો હતો

ઓપરેટિંગ ટાવરની મદદથી મેક્સ સફળતાપૂર્વક પ્લેનને જંડાકોટ એરપોર્ટ પર લેન્ડ કરી શક્યો હતો અહીંથી તેને પ્લેનના પાંખિયાઓનું લેવલ અને નિર્ધારિત સ્પીડ સાથે એક ખાસ ઉંચાઇ રાખવા અંગેની માહિતી આપવાામાં આવી હતી ઓપરેટિંગ ટાવરમાં મેક્સની પત્ની તેના ત્રણ બાળકો સાથે ઉપસ્થિત હતી અને તેની સાથે વાત કરીને હિંમત આપી હતી

Recommended