લંગડા હોવાની એક્ટિંગ કરીને આ શ્વાન લોકોનું ધ્યાન ખેંચે
  • 5 years ago
સોશિયલ મીડિયામાં થાઈલેન્ડના બેંગકોકનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ગેઈ નામનો એક શ્વાન પહેલીનજરે તો લોકોના દયાને પાત્ર જ બની જાયછે પણ વીડિયોના અંત સુધીમાં તો આપણને ખ્યાલ આવી જ જાય કે આ તો લંગડા હોવાની એક્ટિંગ કરે છે તેની આવી દશા જોઈને ઘણા બધા લોકો તેને ખાવાનું આપે છે, તો આ ડોગ પણ રાહદારીઓનું ધ્યાન તેની તરફ આકર્ષવા માટે જ આવી કરામત કરે છે પોતાનું પેટ ભરવા માટે તે પોતાનો એક પગ તૂટી ગયો હોવાનો ઢોંગ રચે છે જો કે, તેની હકિકત સામે આવતાં જ સ્થાનિકો તો હવે તેની એક્ટિંગમાં ફસાઈ જતા નથી પણ જો કોઈ અજાણ્યો રાહદારી તેને દેખે ત્યારે ચોક્કસ તેના પર દયા ખાય છે