હળવદના 11 મજૂરોના કોંગો ફિવરના રિપોર્ટ નેગેટિવ, ડોક્ટોરો-દર્દીના સંપર્કમાં આવેલા 49ના સેમ્પલ લેબમાં મોકલ્યા

  • 5 years ago
રાજકોટ/ હળવદઃ રાજ્યમાં કોંગો ફિવર દિવસેને દિવસે વકરી રહ્યો છે, ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં કોંગોએ હાહાકાર મચાવ્યો છે ગઈકાલે હળવદ-માળિયા ચોકડી નજીક પ્લાસ્ટિકના કારખાનામાં કામ કરતા 65 જેટલા મજૂરો બીમાર પડતા તમામને લેબોરેટરી ચેકઅપ માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાંથી 11 મજૂરોને શંકાસ્પદ કોંગો જણાતા તેમના બ્લડ સેમ્પલ પૂનાની વાઈરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેના રિપોર્ટ આજે નેગેટિવ આવ્યા છે હાલ આ તમામ મજૂર રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ છે આ ઉપરાંત બે દિવસ પહેલા ત્રણ મજૂરોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી બે મજૂરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા