NRC પર ઓવૈસીએ નારાજગી દર્શાવી કહ્યું, ભાજપ બિલ લાવીને તમામ બિનમુસ્લિમોને નાગરિક્તા અપાવી શકે છે
  • 5 years ago
NRC લિસ્ટ જાહેર થતાં જ AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીએ નિવેદન આપતાં જણાવ્યું કે, ‘ભાજપે પાઠ શીખવો જોઈએ તેમણે હિન્દુ-મુસ્લિમના આધારે દેશભરમાંNRCની માંગને બંધ કરવી જોઈએ ભાજપે શીખવું જોઈએ કે આસામમાં શું થયું? ઘુસણખોરોનો ભ્રમ તૂટી ગયો છે મને શંકા છે કે, ભાજપ નાગરિક્તા સંશોધન બિલ દ્વારા એવું બિલ લાવી શકે છે કે જેનાથી બધા જ બિનમુસ્લિમોને નાગરિક્તા મળી જાય, જે સમાનતાના અધિકારનું ઉલ્લંઘન હશે આસામના ઘણાં લોકોએ મને કહ્યું કે, માતા-પિતાના નામ લિસ્ટમાં છે પરંતુ, બાળકોનાં નામ નથીઉદાહરણ તરીકે મોહમ્મદ સનાઉલ્લાહે સેનામાં કામ કર્યું છે, તેમનો કેસ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે મને આશા છે કે તેમને ન્યાય મળશે’

ઉલ્લેખનીય છે કે, એનઆરસીના અંતિમ લિસ્ટમાં 3 કરોડ 11 લાખ 21 હજાર લોકોને જગ્યા મળી છે જ્યારે 19,06,657 લોકોને બહાર કરવામાં આવ્યા છે જે લોકો લિસ્ટથી સંતુષ્ટ નથી અથવા જેમને કોઈ પણ વાંધો છે તો તેઓ ફોરેનર્સ ટ્રિબ્યૂનલ સામે અરજી કરી શકે છે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને મોટી માત્રામા સૈન્ય તહેનાત કરવામાં આવ્યું છે આ લિસ્ટ ઈન્ટરનેટ અને રાજ્યના 2500 એનઆરસી સેવા કેન્દ્ર, 157 અંચલ કાર્યાલય અને 33 જિલ્લા ઉપાયુક્ત કાર્યાલયોમાં રાખવામાં આવ્યું છે
Recommended