રાજકોટના રામેશ્વર મંદિરના પૂજારીને રૂમમાં પૂરી તસ્કરે લાકડાથી ગ્રીલ તોડી 15 હજારની ચોરી કરી
  • 5 years ago
રાજકોટ:શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં એક તસ્કર ઘૂસી આવ્યો હતો અને પૂજારીને રૂમમાં પૂરી લાકડાથી મંદિરની ગ્રીલ તોડી દાનપેટીમાં રહેલા 15 હજાર રોકડની ચોરી કરી હતી આ તસ્કર મંદિરના સીસીટીવીમાં કેદ થયો હતો પોલીસ સીસીટીવીના આધારે તસ્કરની શોધખોળ હાથ ધરી છે

પૂજારીના રૂમને બહારથી બંધ કરી દીધો હતો

અટીકાના લાલ બહાદુર સોસાયટી પાસે અમરનાથ સોસાયટી બ્લોક નં 11/177માં રહેતાં અને માધવ ગેઇટ અંદર આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં સેવા-પૂજા કરતાં મૂળ ધર્મપ્રકાશ લાદુરામ આમેટાની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ચોરીનો ગુનો નોંધ્યો હતો 28 ઓગસ્ટના રોજ સવારે ચારેક વાગ્યે પૂજારી જાગ્યા ત્યારે રૂમ બહારથી બંધ હોય ખખડાવવા છતાં નહીં ખોલાતાં રાહ જોઇ હતી દરમિયાન એક દર્શનાર્થી બહેન સવારે પાંચેક વાગ્યે મંદિરે આવતાં તેમણે પૂજારીને બહાર કાઢ્યા હતાં તપાસ થતાં મંદિરની દાનપેટીમાંથી રૂ 15 હજાર તથા 3500નું એમ્પલીફાયર ગાયબ જણાયા હતાં સીસીટીવી કેમેરા ચેક કરતાં એક તસ્કર રાત્રીના બેથી ચાર વચ્ચે પાછળની વંડીના લીમડા પરથી અંદર આવ્યાનું જણાતા પોલીસને જાણ કરાઇ હતી
Recommended