એમ્બ્યુલન્સ ના પહોંચી તો પોલીસ વૃદ્ધાને ખાટલામાં સૂવડાવીને 3 કિમી ચાલ્યા
  • 5 years ago
ઉત્તર પ્રદેશ પોલીસ ભલે વારેઘડીએ બદનામ થતી હોય પણ કેટલાક એવા પોલીસકર્મીઓના કારણે લોકોનો ખાખી પર ભરોસો જળવાઈ રહ્યો છે ઈટાવા પાસે આવેલા કાયંછી ગામમાં જઈને પોલીસે જે રીતે 75 વર્ષીય વૃદ્ધાને મદદ કરીને દવાખાને દાખલ કરાવ્યાં હતાં તેનો વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો પૂરમાં ફસાયેલા ગામમાં આ મહિલાને તત્કાળ જ દવાખાને દાખલ કરવાં પડે તેવી નોબત આવી હતી જો કે, ચારેબાજુ પાણી અને રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા હોવાથી એમ્બ્યુલન્સ પણ ગામથી ત્રણેક કિમી દૂર ઉભી રાખવી પડી હતી આખી ઘટનાની જાણ પોલીસકર્મીઓને થતાં જ તેઓ તરત જ મદદે પહોંચ્યા હતા પરિસ્થિતીની ગંભીરતા જોઈને તરત જ તેમણે 75 વર્ષીય વૃદ્ધાને ખાટલામાં સૂવડાવીને
એમ્બ્યુલન્સ સુધી ચાલવાનું શરૂ કર્યું હતું અંદાજે ત્રણ કિલોમીટર સુધી ખભે ખાટલો લઈને તેઓએ ચાલીને આ રસ્તો પસાર કર્યો હતો એમ્બ્યુલન્સ સુધી મહિલાને પહોંચાડ્યા બાદ જ તેમણે રાહતનો શ્વાસ લીધો હતો પોલીસે જે રીતે માનવતાની આ અનોખી મિશાલ રજૂ કરી હતી તે જોઈને વૃદ્ધાનો પરિવાર પણ ગદગદિત થઈ ગયો હતો

આ આખી ઘટનાનો વીડિયો પણ ઈટાવા પોલીસે તેમના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરીને આ પોલીસકર્મીઓના વખાણ કર્યા હતા સાથે જ તેમનું સન્માન કરવાની પણ જાહેરાત કરી હતી
Recommended