દેશમાં સૌ પ્રથમ વખત રિયલ ડાયમંડની આંગી, ગુજરાતમાં એકમાત્ર સોના-ચાંદીથી મઢાયેલું જૈન દેરાસર

  • 5 years ago
રાજકોટ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, અંબાજી સહિતના મંદિરો સોનેથી મઢાય રહ્યા છે જ્યારે જૈન મંદિરોને પણ હવે સોના- ચાંદીથી મઢવાના શરૂ કરી દેવામાં આવ્યાં છે રાજ્યભરમાં જૈન સમાજના પર્યુષણનો મહાપર્વનો આજથી પ્રારંભ થયો છે બહુ ઓછા લોકોને ખબર હશે કે ગુજરાત આખામાં રાજકોટના સોની બજારમાં આવેલા 193 વર્ષ જૂના માંડવી ચોક જૈન દેરાસરના અમુક ભાગને મઢવામાં સોના-ચાંદીનો ઉપયોગ થઇ રહ્યો છે માંડવી ચોક દેરાસર મૂર્તિપૂજક તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઇ દેસાઇએ DivyaBhaskarની વાતચીતમાં જણાવ્યું હતું કે, 600 કિલો ચાંદીનો ઉપયોગ કરી ભગવવાના ઘરેણાથી લઇ ચાંદીનો રથ અને જ્યાં જ્યાં જરૂર લાગી ત્યાં દરવાજા અને દિવાલોમાં ચાંદી જડવામાં આવી છે 1 કિલો સોનાની પણ જરૂર લાગી ત્યાં વચ્ચે ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ 250 વર્ષ જૂના રિયાલ ડાયમંડની આંગી કરવામાં આવે છે જે દેશ આખામાં પહેલું આ દેરાસર છે

Recommended