સૌરાષ્ટ્રમાં કૃષ્ણ જન્મના વધામણા, ‘હાથી ઘોડા પાલખી કી જય કનૈયાલાલ કી’ના નાદ સાથે દ્વારકાનગરી ગુંજી
  • 5 years ago
રાજકોટ: શ્રાવણ વદ આઠમ એટલે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ ચાર ધામ પૈકી દ્વારકામાં જન્માષ્ટમીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી રાત્રે 12ના ટકોરે દ્વારકા નગરીમાં હજારો ભાવિકોની હાજરીમાં ભગવાન કૃષ્ણના જન્મને વધાવવામાં આવ્યો હતો અને હાથી ઘોડા પાલ કી જય કનૈયા લાલ કીના નાદ સાથે દ્વારકા નગરી ગુંજી ઉઠી હતી દ્વારકાધીશને આ પ્રસંગે વિશેષ પ્રકારના વાઘા પહેરાવવામાં આવ્યા હતા મોડી રાત સુધી ભગવાનના દર્શન કરવા ભાવિકો ઉમટ્યા હતા આજે સવારે ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ભાવિકોની લાઇન લાગી છે બીજી તરફ સૌરાષ્ટ્રના દરેક ગામડા અને શહેરોમાં કૃષ્ણ જન્મના વધામણા કરવામાં આવ્યા હતા
Recommended