પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું નિધન

  • 5 years ago
નવી દિલ્હી:પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું આજે સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે આજે સવારે 1207 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા જોકે તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લાં 15 દિવસથી તેમની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે હાલ અરુણ જેટલીના પાર્થિવ દેહને તેમના ઘરે લાવવામાં આવ્યો છે કાલે બપોરે 2 વાગે બોધ ઘાટ પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે

પીએમ મોદી હાલ યુએઈમાં છે તેમણે જેટલીની પત્ની અને દીકરા સાથે ફોન પર વાત કરી બંનેએ મોદીને તેમનો વિદેશ પ્રવાસ રદ ન કરવાની અપીલ કરી છે મોદીને યુએઈ પછી બહરીન પણ જવાનું છે

અરુણ જેટલીને 9 ઓગસ્ટના રોજ એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા એઈમ્સે એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, 24 ઓગસ્ટે 12 વાગેને 7 મિનિટે અરુણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા

આજે જ કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ હર્ષવર્ધન એઈમ્સ હોસ્પિટલ અરુણ જેટલીને મળવા પહોંચ્યા હતા અરુણ જેટલીના નિધનની વાત જાણ્યા પછી ગૃહમંત્રી અમિત શાહે પણ તેમનો હૈદરાબાદનો કાર્યક્રમ ટૂંકાવીને દિલ્હી પરત આવી રહ્યા છે

અરુણ જેટલીને 9 ઓગસ્ટ એઈમ્સે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે પૂર્વ નાણાપ્રધાનને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અંહી તેમને આઈસીયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ગયા સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, સ્પીકર ઓમ બીરલા અરુણ જેટલીની તબિયત જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા આ વર્ષે મે મહિનામાં જ અરુણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી અરુણ જેટલી કેન્સરની સારવાર કરાવવા માટે અમેરિકા પણ ગયા હતા

સ્વાસ્થય સંબંધી સમસ્યાઓના કારણે અરુણ જેટલીએ આ વખતે લોકસભાની ચૂંટણી પણ નહતી લડી મે મહિનામાં અરુણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખીને કહ્યું હતું કે, સ્વાસ્થયના કારણે તેઓ આ વર્ષે નવી સરકારમાં કોઈ જવાબદારી લેવા માગતા નથી

Recommended