12 વર્ષના મોહમ્મદ હસને સ્માર્ટ ડસ્ટબિન બનાવી, માત્ર બે જ દિવસમાં સફળતા મેળવી
  • 5 years ago
હૈદરાબાદના માત્ર બાર વર્ષના મોહમ્મદ હસન નામના બાળકે જે સ્માર્ટ ડસ્ટબિન બનાવી હતી તેની ચર્ચા હવે દેશભરમાં થઈ રહી છે આ સ્માર્ટ કચરાપેટીની ખાસિયત એ છે કે તે જ્યારે કચરાથી ભરાઈ જાય ત્યારે તેનું એલર્ટ પણ કોર્પોરેશન સુધી પહોંચી જાય છે આ સ્માર્ટ ડસ્ટબીનને વાઈ-ફાઈ સાથે પણ કનેક્ટ કરી શકાય છે આ કચરાપેટીમાં લાગેલા અલ્ટ્રાસોનિક સેન્સરથી તેમાં કચરો કેટલો ભરાયો તેની જાણ થાય છેમોહમ્મદ હસનના જણાવ્યા મુજબ તેને આ વિચાર સ્વચ્છતા મિશન એટલે કે સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાયેલા એક વીડિયોને જોઈને આવ્યો હતો સૌથી રસપ્રદ વાત એ છે કે મોહમ્મદ હસને આ કચરાપેટી માત્ર બે જ દિવસમાં બનાવી હતી આઠમા ધોરણમાં ભણતો હસન આજે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ભણાવે છે
Recommended