બારડોલીમાં બસ ગામમાં ન આવતી હોવાના કારણે વિદ્યાર્થીઓ વિફર્યા, સાત ST બસ અટકાવી વિરોધ
  • 5 years ago
સુરતઃ બારડોલી તાલુકાના ભટલાવ અને નવી કિકવાડ ગામમાં બસ આવતી ન હોવાના કારણે વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો આજે વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સાત જેટલી એસટી બસને અટકાવી વિરોધ નોંધાવ્યો હતો બારડોલી તાલુકાના ભટલાવ અને નવી કિકવાડ ગામમાં એસટી બસ ન આવતી હોવાને લઈને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી ગામના લોકોને અડધો કિમી ચાલીને બસ પકડવા જવું પડે છે જેને લઈને આજે વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને સાત જેટલી એસટી બસોને અટકાવીને વિરોધ નોંધાવ્યો હતો જેમાં ગામ લોકોએ પણ વિદ્યાર્થીઓને સાથ આપ્યો હતોસાત જેટલી બસોના પૈડા થંભાવી દેતા એસટી તંત્ર દોડતું થઈ ગયું હતું કિકવાડ પાટીયાથી પસાર થતી બસોને રોકતા અનેક મુસાફરો અને ડેઈલી અપડાઉન કરતા નોકરીયાત લોકો સમયસર કામે ન પહોંચી અટવાઈ પડ્યા હતા બારડોલી ડેપોના એટીએસ ઘટના સ્થળે પહોંચી માંગ પુરી કરવાની ખાત્રી આપતા બસો રવાના થઈ હતી
Recommended