ડબ્બાઓને છોડી 10 કિલોમીટર આગળ જતું રહ્યું ટ્રેનનું એન્જીન, યાત્રિકોના જીવ અધ્ધર થઈ ગયા
  • 5 years ago
આંધ્રપ્રદેશની વિશાખા એક્સપ્રેસ ટ્રેન એક મોટી દુર્ઘટનામાંથી બચી હતી ટ્રેન 19 ઓગસ્ટ સાંજે છ વાગ્યે ભુવનેશ્વરથી સિકંદરાબાદ જતી હતી ત્યારે ટ્રેનનું એન્જીન તેના ડબ્બાઓથી છૂટ્ટુ પડી ગયુ અને 10 કિલોમીટર જેટલું આગળ જતુ રહ્યુ જ્યારે યાત્રિકોને ખબર પડી કે તેમની ટ્રેનનું કોઈ એન્જીન છે જ નહીં તો સૌકોઈના શ્વાસ અધ્ધર રહી ગયા હતા યાત્રિકોએ તુરંત રેલવે અધિકારીઓને સૂચના આપી અને ડ્રાઇવર એન્જીન સાથે ફરી તે જ જગ્યાએ આવી પહોંચ્યો, ટેક્નિશિયન્સની મદદથી ડબ્બાઓને ફરી એન્જીન સાથે જોડવામાં આવ્યું હતુ ઘટના નરસિંહપટ્ટનમ રેલવે સ્ટેશન અને તુની રેલવે સ્ટેશન વચ્ચે બની હતી જોકે કોઈ નુક્સાન ન થતાં ટ્રેન ફરી પોતાના સ્ટેશન તરફ રવાના થઈ હતી
Recommended