વડગામના કલેડામાં અંજુમન શાળામાં વંદે માતરમ્ ન ગવાતા વિવાદ સર્જાયો
  • 5 years ago
બનાસકાંઠાઃ જિલ્લાના વડગામ તાલુકાના કલેડા ગામમાં આવેલી અંજુમન શાળામાં વિવાદ થયો છે સ્વાતંત્ર્યતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી ‘વંદે માતરમ્’ ન ગાવામાં આવતા વિવાદ સર્જાયો હતો ગ્રામલોકોએ એસપી કચેરી પહોંચી શાળાના પ્રમુખ સામે કાર્યવાહી કરવાની માગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી આ ઉપરાંત જ્યારે ગામલોકો આ બાબતે શાળાના પ્રમુખ સાથે વાત કરવા ગયા ત્યારે પ્રમુખે તેમની સાથે ઉદ્વતાઈભર્યું વર્તન કર્યું હતું તેટલું જ નહીં, ગામલોકોને જે થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી