ભૂખ્યો સાપ પોતાને જ અડધો ગળી ગયો, કેરટેકરે તેના રેસ્ક્યુનું લાઈવ કર્યું
  • 5 years ago
પોતાના જ શરીરનો ભાગ ખાઈ જવાની તૈયારીમાં હોય તેવો સાપ તમે કદાચ ક્યારેય નહીં જોયો હોય કે તેના વિશે સાંભળ્યું પણ નહીં જ હોય જો કે, અમેરિકાના પેન્સિલવેનિયામાં આવેલી એક રેપ્ટાઇલ સૅન્ચ્યૂઅરીમાં એક સાપ પોતાની જ પૂંછડીને અડધા જેટલી ગળી ગયો હતો ભૂખના કારણે રઘવાયો થયેલ કિંગસ્નેક નામની પ્રજાતિનો આ સાપ તેની પૂંછડીને જ ખાવા લાગ્યો હતો આ નજારો જોઈને તેના કેરટેકરે તેનું રેસ્ક્યુ હાથ ધર્યું હતું જે તેણે ફેસબુક લાઈવ પણ કર્યું હતું ફેસબુકમાં આ વીડિયો જોયા બાદ દરેકની આંખો પહોળી થઈ ગઈ હતી સાપ પણ તેના મોંઢામાં દબોચેલી તેની જ પૂંછડી કોઈ પણ હિસાબે છોડવા માટે તૈયાર નહોતો સાપના સકંજામાંથી ભારે જહેમતના અંતે તેને પોતાને જ મુક્ત કરવામાં આવ્યો હતો
Recommended