તીર્થયાત્રીઓએ નદી કિનારે હવન કર્યો, ચીને કહ્યું- આ અમારો વિસ્તાર, નિયમોનું પાલન કરો
  • 5 years ago
ગંગટોક:શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે હિન્દુ તીર્થયાત્રીઓએ કૈલાશ માનસરોવરના કિનારે હવન-પૂજન કર્યું હતું કૈલાશ પર્વત ચીનના તિબ્બેટ સ્વશાસી વિસ્તારમાં આવેલો છે આ દરમિયાન અલી પ્રીફેક્ચરના ડેપ્યૂટી કમિશ્નર જી કિંગમિને કહ્યું કે, ભારતીય તીર્થ યાત્રીઓ અમારા વિસ્તારમાં આવે છે આ સંજોગોમાં તેમણે અમારા નિયમ અને કાયદાઓનું પાલન કરવું જોઈએ જો અમે ભારત જઈશું તો અમે ત્યાંના નિયમ-કાયદાઓનું પાલન કરીશું

ભારત યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખે


કિંગમિને કહ્યું કે, ચીન કૈલાશ માનસરોવર આવનાર ભારતીય યાત્રીઓની સુવિધાનું પુરતું ધ્યાન રાખે છે ભારત સરકારે પોતાની તરફથી વિસ્તારમાં યાત્રીઓની સુવિધા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવું જોઈએ અમને આશા છે કે, ભારત સરકાર તેમની તરફના રસ્તામાં સુધારો કરશે યાત્રીઓને લિપુલેખ (ઉત્તરાખંડ)થી આવવામાં 4-5 દિવસ લાગે છે તેમાં ઘણો ટાઈમ અને એનર્જી વેસ્ટ થાય છે
અલી પ્રીફેક્ચરની સરકાર યાત્રીઓની સુવિધા અને સુરક્ષાનું દરેક પ્રકારનું ધ્યાન રાખે છે યાત્રીઓને તકલીફ ન થાય તેથી રસ્તો સારો બનાવવામાં અમે ઘણો ખર્ચ કર્યો છે


શ્રાવણના સોમવારે કર્યો હવન


બેચ 13ના સંપર્ક અધિકારી સુરિંદર ગ્રોવરે જણાવ્યું કે, અમારુ ગ્રૂપ 30 જુલાઈએ દિલ્હીથી રવાના થયું હતું અમે કૈલાશની પરિક્રમા પૂરી કરી ત્યારપછી માનસરોવર નદી કિનારે હવન કર્યો ગઈ કાલે ત્યાં શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર હતો તેથી હવન કરવાનું શુભ મનાય છે


દર વર્ષે જૂનથી સપ્ટેમ્બરથી વચ્ચે યાત્રા થાય છે


હિન્દુ માન્યતા પ્રમાણે કૈલાશ પર્વતને ભગવાન શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે બૌદ્ધનું માનવું છે કે, બુદ્ધ આ જ વિસ્તારમાં તેમની માતા રાની મહામાયાના ગર્ભમાં આવ્યા હતા જૈનોનું માનવું છે કે, તેમના પહેલાં તીર્થકર ભગવાન ઋષભદેવને કૈલાશ પાસે અષ્ટપદ પર્વત પર મોક્ષ મળ્યો હતો
ભારતીય વિદેશ મંત્રાલય દર વર્ષે જૂનથી સપ્ટેમ્બરમાં કૈલાશ માનસરોવરની યાત્રા કરાવે છે તેમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન તીર્થ યાત્રીઓ સામેલ હોય છે તે માટે ટીન સરકાર પાસેથી વીઝા લેવાના હોય છે એક ઉત્તરાખંડમાં લિપુલેખ દર્રા અને બીજો રસ્તો સિક્કિમમાં નાથૂ લા થઈને જાય છે
Recommended