શાનથી તિરંગો લહેરાવતી 250 બોટ 15મી ઓગસ્ટે ધોલાઇ બંદરેથી દરિયો ખેડવા જશે
  • 5 years ago
સુરતઃ દરિયામાં માછીમારી કરવા માટે 15મી ઓગષ્ટે ઉપડનારી 250 ફિશિંગબોટની તૈયારીઓ બિલીમોરાના ધોલાઈ બંદરે માછીમારોએ પુર્ણ કરી દીધી છે ફિશિંગ માટે ઉપડતી આ બોટો પોરબંદર, વેરાવળ,કોડીનાર, દિવ, ઓખા, મુંબઈ અને ગોવાના દરિયામાં માછીમારી માટે જતી હોય છે વર્ષમાં 8 મહીના સુધી કામ કરનારા ખલાસીઓ ધોલાઈ બંદરના આજુબાજુ વિસ્તારના 20 ગામોમાંથી ટુકડી બનાવી દરિયામાં જાય છે એક બોટમાં 10થી 12 ખલાસીઓ સુકાની સાથે ખોરાકીનો સામાન લઈને 12 થી 15 દિવસ જતા જોવા મળે છે ધોલાઈ બંદરની આસપાસના કકવાડી, દાંતી, મેઠયા, કૃષ્ણપુર, સાલાબેટ, ભાગલ, કોસંબા અને અન્ય ગામો મળીને જતા માછીમારો એક ફેરામાં 4થી 5 લાખની માછલીઓ લઈ ધોલાઈ બંદરે પાછા ફરતા હોય છે આ તમામ બોટ પર ભારતીય તિરંગો શાનથી લહેરાતો જોવા મળે છે