પ્રણવ મુખર્જીને ભારતરત્નથી સન્માનિત કરાયા, નાનાજી અને ભૂપેન્દ્ર હજારીકાને મરણોપરાંત આ સન્માન મળ્યું
  • 5 years ago
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્ડીને ગુરુવારે ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે સાથે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક નાનાજી દેશમુખ અને ગાયક ભૂપેન હજારીકાને પણ મરણોપરાંત આ સન્માન મળ્યું છે દિનદયાળ રિસર્ચ ઈનસ્ટીટ્યૂટના ચેરમેન વિરેન્દ્રજીત સિંઘે નાનાજી દેશમુખના વતી આ સન્માન સ્વીકાર્યુ છે સાથે જ ભૂપેન્દ્ર હજારીકાના દીકરાએ તેમના વતી આ સન્માનનો સ્વીકાર કર્યો છે મુખરજી આ સર્વોચ્ચ નાગરિક સન્માન મેળવનાર પાંચમા રાષ્ટ્રપતિ છે તેમના પહેલાં આ સન્માન ડૉ એસ રાધાકૃષ્ણન, રાજેન્દ્ર પ્રસાદ, ઝાકિર હુસૈન અને વીવી ગીરીને મળી ચૂક્યું છે

20 વર્ષ બાદ બેથી વધુ હસ્તીઓને આ સન્માન આપવામાં આવ્યું છે આ પહેલા 1999માં સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણને, સિતારવાદક પંડિત રવિશકંર, અર્થશાસ્ત્રી ડો અમર્ત્ય સેન અને સ્વતંત્રતા સેનાની રહી ચુકેલા ગોપીનાથ બોરદોલોઈને આ સન્માન માટે પસંદ કરાયા હતા
Recommended