વૈજ્ઞાનિકોએ બનાવી રોબોટિક પૂંછડી, નીચે પડવાની સંભાવનાઓ નહિંવત

  • 5 years ago
કિઓ યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રોબોટિક પૂંછડી બનાવી છે આ પૂંછડી માણસ પહેરે તો તેના પડવાની શક્યતાઓ નહિવત થઈ જાય છે સંશોધનકર્તાઓના દાવા મુજબ આ ડિવાઈસ કમરપટ્ટાની જેમ જ બનાવવામાં આવી છે જેને કમર સાથે બાંધીને ત્રીજા પગ એટલે કે પૂંછડી તરીકે ઉપયોગ કરી શકાય છે આ અનોખી રોબોટિક પૂંછડીનું નામે આર્ક્યૂ રાખવામાં આવ્યું છે જેની ડિઝાઈન પણ દરિયાઈ ઘોડા પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવી છે આ ડિવાઈસ તેનો ઉપયોગ કરનારી વ્યક્તિની લંબાઈ મુજબ નાની કે મોટી કરી શકાય છે આમાં લગાવવામાં આવેલા હાર્ડવેરનો ઉપયોગ ગેમિંગ કે વર્ચ્યૂઅલ રિઆલિટીમાં પણ કરી શકાય છે