ફોરલેન રોડના ગાબડાઓના કારણે શાળા ધરાશાયી થઈ, તંત્રએ તપાસના આદેશ આપ્યા
  • 5 years ago
હિમાચલ પ્રદેશના સોલનની જાબલી સરકારી શાળાનો કેટલોક ભાગ ધરાશાયી થઈ જતાં હવે શાળામા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડે છે છેલ્લા કેટલાક મહિનાઓથી શાળાની બાજુમાં જ આવેલા નેશનલ હાઈવે 5ને ફોરલેન બનાવવાની કામગીરી ચાલી રહી હતી જેના કારણે કન્સ્ટ્રક્શન કંપનીએ આડેધડ ખોદકામ કરીને શાળાના સપોર્ટ કહી શકાય તેવા ભાગને પણ ઝપેટમાં લઈ લીધો હતો વરસાદના કારણે ભૂસ્ખલન થતાં જ આખો ભાગ ત્યાં રહેલા ઝાડોની સાથે જ જમીનદોસ્ત થઈ ગયો હતો સદનસીબે એ સમયે શાળામાં કોઈ ના હોવાથી મોટી દુર્ઘટના બની નહોતી જો કે, આ રીતે નુકસાન થવાથી તંત્રએ પણ થોડા દિવસ શાળા બંધ રાખીને અંતે બાળકોને હંગામી ધોરણે અન્ય સ્થળે ભણવાની વ્યવસ્થા કરી હતી આ ઘટના બાદ તરત જ સ્થાનિક સત્તાવાળાઓએ પણ તેની તપાસના આદેશ આપ્યા હતા મળતી વિગતો પ્રમાણે શાળાના સત્તાવાળાઓએ તો નેશનલ હાઈવે ઓથોરિટીને આ અગાઉ જ કામગીરીમાં સુધારો લાવવાની અરજી કરી હતી પણ તેમાં કોઈ એક્શન ના લેવાતાં આ ઘટના બની હતી
Recommended