સબસીડીવાળું ખાતર ઔધોગિક થેલીમાં ભરીને સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ

  • 5 years ago
આણંદ: આણંદ પંથકમાં ચોમાસુ સીઝનમાં ખેતીના પાક માટે ખાતરની માંગ વધુ રહે છે પરંતુ ખાતરના કાળા બજાર થતા હોવાથી ખેડુતો સુધી સરકારને સબસીડીવાળું ખાતર પહોંચતું નથી તેવી બુમો ઉઠવા પામી છે જે અંતર્ગત ઉમરેઠ પોલીસે ગઈકાલે બાતમીના આધારે ઉમરેઠ એપીએમસીમાં દુકાન નં 108 પાસે એક ટ્રકમાં સબસીડીરાઈઝ ખાતરની થેલીઓ ઠાલવીને ઔદ્યોગિક એકમની થેલીઓમાં ભરીને માલ એક ટ્રકમાં ભરી સગેવગે કરતાં એક શખ્સ સહિત મજુરોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ખાતરની થેલીઓ 420 નંગ કિંરુ 1,16,340 તથા ટ્રક 15 લાખની, બે સીલાઈ મશીન મળી કુલ રૂ 16,19,340નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે