અમરનાથ યાત્રા રુટ પર પાકિસ્તાનમાં બનેલી સુરંગ મળી, યાત્રીકોને કાશ્મીર ખાલી કરવાની સલાહ

  • 5 years ago
ભારતીય સેનાને શુક્રવારે અમરનાથ યાત્રાના માર્ગ પાસે એક આતંકી ઠેકાણા પાસેથી અમેરિકન સ્નાઈપર રાઈફલ અને પાકિસ્તાનમાં બનેલી સુરંગ મળી આવી છે ત્યારપછી જમ્મુ-કાશ્મીર પ્રશાસને યાત્રીઓ અને પર્યટકોને ઝડપથી પરત ફરવાની અને કાશ્મીર ખીણ વિસ્તાર ખાલી કરવાની સલાહ આપી છે

જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં મોટા આતંકી હુમલાના ઈનપુટ્સ મળ્યા છે જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં મોટા આતંકી હુમલાના ઈનપુટ્સ મળ્યા છે તેથી કાશ્મીરની સુરક્ષા વધારવાના પગલે અમરનાથ યાત્રીઓ અને પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખીણ વિસ્તારમાં તાત્કાલિક યાત્રા રોકી દેવામાં આવી છે

અમરનાથ યાત્રીઓ અને પર્યટકોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ શક્ય હોય તેટલા જલદી કાશ્મીર ખીણ વિસ્તાર છોડીને નીકળી જાય આ યાત્રા 15 ઓગસ્ટ સુધી ચાલવાની હતી પરંતુ હવે તે રોકી દેવામાં આવે છે

Recommended