કચ્છનો પાલારઘુના ધોધ ખીલી ઉઠ્યો, કુદરતી સૌન્દર્યને નિહાળવા પ્રવાસીઓ ઉમટ્યા
  • 5 years ago
કચ્છ: છેલ્લા 24 કલાકમાં ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર જોવા મળી રહી છે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે ગુજરાતમાં આવેલા ધોધ મેઘ મહેર બાદ ખીલી ઉઠ્યા છે કચ્છના નાયગ્રા ફોલના નામે જાણીતો નખત્રાણા તાલુકાનો પુરેશ્વર મંદિર નજીક આવેલો પાલરઘુના ધોધ આજે સવારથી નવા નીર સાથે વહી રહ્યો છે કચ્છભરના પ્રકૃતિપ્રેમીઓ અને કુદરતીસૌન્દર્ય રસિકો અહીં મુલાકાત લેવા ઉમટી પડયા હતા