પ્રિમોન્સુનની કામગીરી ખાડામાં, રિક્ષા ખાડામાં ફસાતા મુસાફર પાણીમાં ગબડી પડ્યો
  • 5 years ago
રાજકોટ: રાજકોટમાં 24 કલાકમાં 9 ઇંચ વરસાદ વરસ્યો હતો ત્યારબાદ સમયાંતરે વરસાદી ઝાપટા પડી રહ્યા છે રાજકોટમાં વરસાદથી અનેક વિસ્તારોમાં રસ્તાઓ તૂટ્યા છે એરપોર્ટ રોડ પર વોકળા પાસે રસ્તો તૂટી ગયો છે રસ્તાનો એક ભાગ તૂટી વોકળામાં પડી ગયો છે રસ્તો તૂટતા મારૂતિનગરનો રસ્તો બંધ થઇ ગયો છે ત્યારે લીમડા ચોક પાસે એક રિક્ષા પસાર થઇ રહી હતી ત્યારે આગળનું વ્હિલ ખાડામાં ફસાતા આગળ બેઠેલો મુસાફર પાણીમાં ગબડી પડ્યો હતો જો કે તેને કોઇ પહોંચી નથી પરંતુ મનપાની પ્રિમોન્સુન કામગીરી ખાડામાં ગઇ હોય તેમ ચર્ચાઇ રહ્યું છે ખાડામાં એક બાઇક પણ ફસાયું હોવાનું જાણવા મળી રહ્યું છે