રાવલપિંડીના રહેણાંક વિસ્તારમાં સૈન્ય વિમાન ક્રેશ, 19ના મોત
  • 5 years ago
પાકિસ્તાની સેનાનું એક વિમાન મંગળવારે સવારે રાવલપિંડીના રહેણાંક વિસ્તારમાં ક્રેશ થઈ ગયું છે એક્સિડન્ટમાં 5 ક્રૂ મેમ્બર્સ સહિત 19 લોકોના મોત થયા છે માનવામાં આવે છે કે મૃતકોમાં 14 સામાન્ય નાગરિક છે 12 લોકો ઘાયલ થયા છે પ્રશાસનના જણાવ્યા પ્રમાણે પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી વધારે નુકસાન થયું છે મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે સેનાના જણાવ્યા પ્રમાણે પ્લેન ક્રેશમાં બે પાયલટના પણ મોત થયા છે બીજી બાજુ રાવલપિંડીની હોસ્પિટલ ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે પાકિસ્તાની સેનાએ કહ્યું છે કે, વિમાન પ્રશિક્ષણ ઉડાન પર હતું આ દરમિયાન વિમાન રાવલપિંડીની બહારના વિસ્તાર કાલુ ગાંવમાં દુર્ઘટના ગ્રસ્ત થયું હતું
Recommended