બારામૂલામાં ભાગલાવાદી નેતાના ખાસ ચાર વેપારીઓના ઘરે NIAના દરોડા
  • 5 years ago
નવી દિલ્હી:ટેરર ફંડિગ મામલે રવિવારે સવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ જમ્મુ-કાશ્મીરમાં ચાર જગ્યાએ દરોડા પાડ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનઆઈએની ટીમે ઉત્તરી કાશ્મીરમાં બારામૂલા જિલ્લામાં ચાર વેપારીઓના ઘરે દરોડા પાડ્યા છે પોલીસ અને સીઆરપીએફની સાથે એનઆઈએની ટીમે ભાગલાવાદી નેતા સજ્જાદ લોનના ખાસ ગણાતા વેપારી આસિફ લોન, તનવીર અહમદ, તારિક અહમદ અને બિલાલ ભટના ઘરે દરોડા પાડ્યા છે હાલ ઓફિસર્સ આ વેપારીઓના દસ્તાવેજ તપાસી રહ્યા છે

આ પહેલાં એનઆઈએના અધિકારીઓએ સીમા પાર વેપાર કરતા બે વેપારીઓના ત્યાં પણ દરોડા પાડ્યા હતા આ દરોડા પુલવામા અને શ્રીનગરમાં કરવામાં આવ્યા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમ્મુ-કાશ્મીર પોલીસના સહયોગથી એનઆઈએના અધિકારીઓએ પુલવામામાં રહેતા ગુલામ અહમદ વાણાની ઘરે દરોડા પાડ્યા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રશાસન તરફથી એલઓસી સીમાપાર વેપાર 14 ફેબ્રુઆરી 2019ને રદ કરતા પહેલાં તેમાં વાણી સામેલ હતો

એનઆઈએના એક અધિકારીએ જણાવ્યું કે, શ્રીનગરમા પરિમપોરા ફ્રૂટ માર્કેટમાં પણ એક વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે આ દરોડા એનઆઈએ દ્વારા આતંકવાદના ટેરર ફંડિગ મામલે કરવામાં આવ્યા છે એનઆઈએ અત્યાર સુધી કાશ્મીરના પ્રખ્યાત ઉદ્યોગપતિ જહૂર વટાલી અને ઘણાં અન્ય ભાગલાવાદી નેતાઓની ધરપકડ કરી ચૂક્યા છે