પ્રાણીઉદ્યાનમાં સફેદ વાઘનાં ચાર બચ્ચા મુલાકાતીઓ માટે પ્રદર્શનમાં મૂકાયા

  • 5 years ago
રાજકોટ:પ્રાણીઉદ્યાન ખાતે 2 એપ્રિલ 2019ના રોજ સફેદ વાઘણ ગાયત્રીએ સફેદ વાઘ નર દિવાકર સાથેના સંવનનથી ચાર સફેદ વાઘબાળને જન્‍મ આપ્યો હતો જે ચાર બચ્ચા મુલાકાતીઓ માટે પ્રદર્શનમાં મૂકાયા છે માતા ગાયત્રી અને પિતા દિવાકર સાથે બચ્ચાં રમતા વીડિયોમાં કેદ થયા છે આ બચ્ચાઓની ઉંમર સાડા ત્રણ માસથી વધુ થયેલી છે આ તમામ વાઘબાળ હાલ પુખ્ત થઇ ગયા છે અને વન્ય પ્રાણી વિનિમય હેઠળ ભારતના અન્ય ઝૂને આપી શકાશે મહત્વનું છે કે ઝૂ ખાતે વર્ષ 2014માં સફેદ વાઘ દિવાકર, સફેદ વાઘણ યશોધરા અને ગાયત્રીને ભીલાઇ ઝૂ છતીસગઢ ખાતેથી વન્યપ્રાણી વિનિમય હેઠળ સિંહની એક જોડીનાં બદલામાં મેળવવામાં આવ્યાં હતા હાલ ઝૂ ખાતે સફેદ વાઘની સંખ્યા 10 થઈ છે જેમાં પુખ્ત નર-1, પુખ્ત માદા-5 તથા બચ્ચા-4નો સમાવેશ થાય છે હાલ ઝૂમાં જુદી જુદી 53 પ્રજાતિઓનાં કુલ- 408 વન્યપ્રાણી-પક્ષીઓ મુલાકાતીઓ માટે પ્રદર્શિત કરવામાં આવે છે