AMCના એસ્ટેટ વિભાગે 23 બિલ્ડિંગ સીલ કરી, હેરિટેજને નુકસાન થતાં કાર્યવાહી
  • 5 years ago
અમદાવાદ: દેશની પહેલી વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં વૈશ્વિક વારસો ધરાવતી ઈમારતોને નુકસાન પહોંચાડાઈ રહ્યું છે ત્યારે જૂના બાંધકામોને નુકસાન કરતી નવી બિલ્ડિંગ બનાવવાની પ્રક્રિયા સામે લાલ આંખ કરાઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી કરીને એસ્ટેટ વિભાગે 23 બિલ્ડિંગને સીલ કરવામાં આવી હતી વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના વારસાને નુકસાન કરતા શહેરના મધ્ય ઝોનમાં સીલ કરવાની કાર્યવાહી કરાઈ હતી જેમાં દરીયાપુર, ખાડિયા, પતાસા પોળ, મામુ નાયકની પોળ સહિતની પોળના નવા બાંધકામોને સીલ કરી દેવાયા હતા
Recommended