CTMના રાજશ્રી કોમ્પલેક્સની ડીપીમાં આગ, ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં ભાગદોડ
  • 5 years ago
અમદાવાદ:અમદાવાદના સીટીએમ ચાર રસ્તા પાસે આવેલા રાજશ્રી કોમ્પલેક્સની નીચે ઈલેક્ટ્રિક ડીપીમાં આગ લાગવાની ઘટના બની હતી ધુમાડા નીકળતા જ કોમ્પલેક્સમાં ચાલતા અનેક ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં દોડધામ મચી હતી ઈલેક્ટ્રિક ડીપીમાં આગ લાગતા લોકોના ટોળેટોળા એકઠા થયા હતા તેમને હટાવવા માટે રામોલ પોલીસનો કાફળો બોલાવાયો હતો ટોરેન્ટ પાવરનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી તો બીજી તરફ 100થી વધુ સોસાયટી, દુકાન અને ચાલીઓમાં વીજપુરવઠો ખોરવાતા લોકો હેરાન-પરેશાન થયા હતા