બિહારમાં ગૌતસ્કરીની શંકામાં ત્રણ યુવકોની ઢોર માર મારી હત્યા કરાઈ

  • 5 years ago
બિહારના સારણ જિલ્લામાં ગુરુવારે રાતે ગામના લોકોએ ત્રણ યુવકોને મારી-મારીને હત્યા કરી દીધી હતી આરોપ છે કે, તેઓ ગૌત્સકરી કરીને પિકઅપમાં લઈ જઈ રહ્યા હતા આ દરમિયાન ગામના અમુક લોકોએ તેમને પકડી લીધા મારઝૂડ દરમિયાન બે યુવકોનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું, જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ગંભીર ઈજા જણાવવામાં આવી છે

પોલીસના જણાવ્યા પ્રમાણે મોબ લિંચિંગની આ ઘટના બનિયાપુરના પિઠોરી નંદલાલ ગામમાં થઈ છે મૃતક રાજૂ નટ, વિદેશી નટ અને નૌશાદ કુરૈશી પડોશી ગામમાં રહેતા હતા શુક્રવારે સવારે તેમના સંબંધીઓ અને પરિવારજનોએ પ્રદર્શન કર્યું હતું તેમનું કહેવું હતું કે, ત્રણેય યુવક ચોર નહતા તેમને કાવતરા અંતર્ગત મારવામાં આવ્યા છે વિરોધ-પ્રદર્શન દરમિયાન લોકોની પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ હતી ભીડ પર કંટ્રોલ મેળવવા પોલીસે પણ બળપ્રયોગ કરવો પડ્યો હતો

Recommended