ઘર આગળ રમતો માસૂમ રમતાં રમતાં વિજળીના થાંભલે ચોંટી ગયો
  • 5 years ago
સોનીપત, હરિયાણા- ચોમાસાના વરસાદી માહોલમાં વિજળીના થાંભલા જીવલેણ સાબિત થઈ રહ્યા છે મંગળવારે સોનીપતના ગન્નૌરની એકસોસાયટીમાં ઘરની બહાર રમતા આઠ વર્ષનો બાળક વિજળીના થાંભલાને પકડતાંજ તેને કરંટ લાગ્યો હતો તેને થાંભલા પાસે પટકાયેલો જોઈનેતરત જ અન્ય લોકો પણ મદદ કરવા માટે દોડ્યા હતા જેના કારણે ત્યાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો કરંટનો ઝાટકો એટલો તીવ્ર હતો કે તેને છોડાવવા માટે ગયેલી એક મહિલા પણ કરંટ લાગતાં જ પટકાઈ હતીસદનસીબે લોકોએ પણ તેને ડંડા મારીને તેને છુટો પાડ્યો હતો તેનીઆવી હાલત જોઈને તેના દાદી પણ ત્યાં જ બેભાન થઈને નીચે પડ્યાં હતાં ઈજાગ્રસ્ત બાળકને તત્કાળ જ દવાખાને દાખલ કરાયો હતો જ્યાં તેનીહાલતમાં હવે સુધારછે