માથા પરથી પસાર થઈને લેન્ડિંગ કરતા પ્લેન સાથે સેલ્ફી લેવાનો ક્રેઝ

  • 5 years ago
રોડ-બીચની બાજુમાં જ રનવે હોવાથી એરપોર્ટ પર જે જોખમી રીતે પ્લેનને લેન્ડિંગ કરવું પડે છે તેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે ભલભલાનું કાળજું કંપાવી દે તેવો આ નજારો ગ્રીસના સ્કિઆથોસ એરપોર્ટ પર સર્જાય છે આ એરપોર્ટ પર જ્યારે કોઈ પ્લેન ઉતરણ કરે છે ત્યારે તે એકદમ જમીનની ખાસ્સું નજીક થઈને પસાર થાય છે આ સમયે ત્યાં હાજર સહેલાણીઓના માથાથી થોડે ઉંચેથી જ પ્લેન પસાર થઈ જતું હોવાથી ત્યાં આવી ક્ષણોને કેમેરામાં કંડારવા માટે પણ ભીડ ઉમટે છે જોકે, એક વાત પણ ખાસ નોંધનીય છે કે આ ટાપુની આસપાસ જ ડેન્જરનાં સાઈન બોર્ડ મારેલાં હોવા છતાં પણ લોકો આવી ચેતવણીને અવગણીને પણ ત્યાં જઈને માથેથી પસાર થતા પ્લેનની સાથે સેલ્ફી લેવા પડાપડી કરે છે

Recommended