બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી, દરેક મંડળીને 4 લાખનું શેર ભંડોળ આપવાનો ઠરાવ કરાયો

  • 5 years ago
વડોદરા: વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રની સૌથી મોટી બરોડા ડેરીની વાર્ષિક સાધારણ સભા મળી હતી ડેરીના પ્રમુખ સ્થાને મળેલી સાધારણ સભામાં જિલ્લાની 1200 દૂધ ઉત્પાદક મંડળીઓને આર્થિક રીતે સદ્ધર કરવા માટે પ્રતિ મંડળીને 4 લાખનું શેર ભંડોળ આપવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (મામા)ના અધ્યક્ષ સ્થાને કેલનપુર દાદા ભગવાન મંદિર હોલમાં વાર્ષિક સાધારણ સભા મળી હતી સાધારણ સભામાં બરોડા ડેરી સલંગ્ન તમામ 18 સંઘોની 1200 દૂધ ઉત્પાદક મંડળીઓના સભાસદો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વાર્ષિક સાધારણ સભામાં ગત વર્ષના હિસાબો સર્વાનુંમતે મંજૂર કરવામાં આવ્યા હતા