સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું, ગુરુના ઉપકારોનું ઋણ ચૂકવવાનો ઉત્સવ એટલે ગુરુ પૂર્ણિમા

  • 5 years ago
ભારતીય સંસ્કૃતિમાં અને તેમાં પણ ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ગુરુનો મહિમા ખૂબ જ મહત્ત્વ ધરાવે છે ગુરુ શબ્દ બે શબ્દોનો બનેલો છે 'ગુ' અંધકાર અને 'રુ' પ્રકાશની યુતિ છે આમ, ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનારી શક્તિ ગુરુ હિંમત આપે છે કે કોઈ પણ કસોટીથી ડરો નહીં એ તમારા સારા માટે થતી હોય છે આપણી ભારતીય સંસ્કૃતિ આટલી જે ઉચ્ચ સ્થાને છે એ સ્થાનને જાળવી રાખવામાં ગુરુજનોનો ફાળો ખૂબ જ મહત્વનો રહ્યો છે અને રહેશે ગુરુનો આવો મહિમાનો લાભ જે તે સમયે ન લેનારને ઘણી વાર પસ્તાવાનો વારો આવે છે, પણ ત્યારે ઘણું મોડું થઈ જાય છે