પ્રેમિકાને મળવા કાશ્મીરથી હિમાચલ પહોંચ્યો, ટોળાએ આતંકવાદી સમજીને માર્યો

  • 5 years ago
ફેસબુકમાં પ્રેમ થઈ ગયા બાદ પ્રેમિકાને કાશ્મીરથી હિમાચલ મળવા પહોંચેલા એક આશિકને લોકોએ આતંકવાદી સમજી લીધો હતો આશિક પણપોતાની વાત ટોળાને કહે તે પહેલાં તો તેને ઢોર માર મારવાનું ચાલુ કરી દીધું હતું હિમાચલ અને ઉત્તરાખંડની સીમાએ આવેલા એક ગામમાં આયુવક તેના ફેસબુક પ્રેમને પામવા માટે પહોંચ્યો હતો જો કે તેની પ્રેમિકા સાથે તેની મુલાકાત થાય તે પહેલાં જ તેના દેખાવ અને ભાષાના કારણેસ્થાનિકો તેને આતંકવાદી સમજી બેઠા હતા ટોળાના હાથમાં ઝડપાયા બાદ આશિકની કરેલી પિટાઈનો વીડિયો પણ આતંકવાદી ઝડપાયોનાનામે વાઈરલ થવા લાગતાં આસપાસના વિસ્તારોમાં પણ ઉહાપોહ થયો હતો કેટલાક તોફાની તત્વોએ તો તેની પાસે ઘાતક હથિયારો હોવાની
અફવાઓ પણ ઉડાવી હતી સદનસીબે સમયસર ઘટના સ્થળે પહોંચેલી પોલીસે આખા મામલામાં તપાસ હાથ ધરતાં જ જાણવા મળ્યું હતું કે આકોઈ આતંકવાદી નહીં પણ આશિક છે જે પોતાની પ્રેમિકાના કહેવાથી તેને મળવા માટે જ આ ગામમાં આવ્યો હતો આખા મામલાના મૂળ સુધીજવા માટે પોલીસે યુવકના પરિવારને જાણ કરીને આગળની તપાસ હાથ ધરી હતી પોલીસે આ યુવકની ઓળખ વિજયકુમાર નામે કરી હતી જેકાશ્મીરથી હિમાચલના આ ગામમાં તેની પ્રેમિકાને મળવા આવ્યો હોવાનું જણાવ્યું હતું મળતી માહિતી પ્રમાણે આ યુવકના બધા જ સોશિયલમીડિયા અકાઉન્ટની પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે સાથે જ સુરક્ષાના કારણોસર પણ પોલીસે આ આશિકને કસ્ટડીમાં રાખ્યો છે

Recommended