પહેલીવાર ઈસરોએ ચંદ્રયાન-2ની તસવીર જાહેર કરી,15 જુલાઈએ લોન્ચિંગ
  • 5 years ago
ઈસરોએ ચંદ્રયાન-2ના લોન્ચિંગ માટે 15 જુલાઈની તારીખ નક્કી કરી છે લોન્ચિગના એક સપ્તાહ પહેલાં જ ઈસરોએ તેમની વેબસાઈટ પર ચંદ્રયાનની તસવીર રિલીઝ કરી છે અંદાજે રૂ 1000 કરોડના ખર્ચે આ મિશનને જીએસએલવી એમકે-3 રોકેટથી લોન્ચ કરવામાં આવશે 3800 કિલો વજનના સ્પેસક્રાફ્ટમાં 3 મોડ્યૂલ ઓર્બિટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) હશે ઈસરોએ તેની તસવીર પર રિલીઝ કરી છે

6-7 સપ્ટેમ્બરે ચંદ્ર પર પહોંચશે ચંદ્રયાન-2:ચંદ્રયાન-2 મિશન 15 જુલાઈએ રાતે 251 વાગે આંધ્રપ્રદેશના શ્રીહરીકોટાથી લોન્ચ કરવામાં આવશે એટલે કે 6-7 સપ્ટેમ્બરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે લેન્ડ કરવામાં આવશે તેની સાથે જ ભારત ચંદ્રની સપાટી પર લેન્ડ થનાર ચોથો દેશ બની જશે આ પહેલાં અમેરિકા, રશિયા અને ચીન તેમના સ્પેસ શટલને ચંદ્રની સપાટી પર મોકલી ચૂક્યા છે અત્યાર સુધી કોઈ પણ દેશે ચંદ્રના દક્ષિણ ભાગમાં તેમનું સ્પેશ શટલ ઉતાર્યું નથી
Recommended