કેનેડાની ચૂંટણીમાં ગુજરાતી જીગર પટેલ મેદાનમાં, જીતશે તો બનશે પહેલાં હિંદુ અને ગુજરાતી MP
  • 5 years ago
અમેરિકાની જેમ કેનેડાના રાજકારણમાં પણ ગુજરાતીઓનો દબદબો વધી રહ્યો છે કેનેડાની રજાઇના-લેવાન સીટ પર ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ ગુજરાતી જીગર પટેલને મેદાનમાં ઉતાર્યા છે ફેડરેલ ઈલેક્શનમાં જીગર પટેલની જીતની પૂરી શક્યતા છે ગુજરાતી સહિત તમામ કમ્યુનિટીમાં લોકપ્રિય જીગર પટેલ જીતી જશે તો નોર્થ અમેરિકા-કેનેડાની સંસદમાં પહોંચનારા પહેલાં હિન્દુ તેમજ પહેલાં ગુજરાતી બની જશે

કેનેડામાં 21 ઓક્ટોબરે યોજાનારા ફેડરેલ ઈલેક્શનને લઈને તૈયારીઓ પૂરજોરમાં ચાલી રહી છે ભારત કરતાં કેનેડામાં ચૂંટણી પ્રક્રિયા થોડી અલગ છે જેમાં જે-તે સીટ પર પહેલાં જે-તે પાર્ટીમાંથી ચૂંટાવાનું રહે છે કેનેડાના પશ્ચિમ ભાગમાં આવેલા સાસ્કેચ્વાન પ્રોવીન્સની રજાઇના-લેવાન (Regina-Lewvan) સીટ પર ગુજરાતીઓની ખાસ નજર રહેશે, કેમ કે ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીએ જીગર પટેલની પસંદગી કરી છે વર્ષ 2015ની ચૂંટણીમાં આ સીટ ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર એરીન વેરે જીત્યા હતા પાર્ટીએ આ વખતે એરીન વેરેને રિપીટ ન કરતાં ગુજરાતી બિઝનેસમેન અને સમાજેસવક જીગર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે
Recommended