અમદાવાદમાં 142મી રથયાત્રાનો ઉમંગ

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા યોજાવા જઈ રહી છે આ રથયાત્રાના દિવસે અમિત શાહ ભગવાનની મંગળા આરતી ઉતારશે ત્યાર બાદ 7 વાગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડેપ્યુટી CM નીતિન પટેલ દ્વારા પહિંદ વિધિ કર્યા પછી રથયાત્રા પ્રસ્થાન કરશે ભગવાનની 197 કિલો મીટર લાંબી રથયાત્રામાં 18 હાથી, 101 ટ્રક, 7 કાર, 1 ઘોડાગાડી, 30 અખાડા, 18 ભજનમંડળી, 3 રાસમંડળી, અને 5 બેન્ડ પાર્ટી સામેલ થશે રથયાત્રામાં સુરક્ષા માટે 25,000થી વધુ જવાનો ખડેપગે રહેશે, રથયાત્રાના રૂટ પર 45 સ્થળોએ 94 કેમેરા લગાડવામાં આવશે આ સાથે જ રથયાત્રામાં સામેલ થતાં હાથીઓને અંકુશમાં રાખવા વન વિભાગની ટીમ પણ હાજર રહેશે

Recommended