વર્લ્ડકપ ટીમમાં સિલેક્ટ ન કરાતા અંતે અંબાતી રાયડૂએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લીધો
  • 5 years ago
ભારતીય મિડલઓર્ડર બેટ્સમેન અંબાતી રાયડૂ(33)એ બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે તેમને BCCIને ચિઠ્ઠી લખીને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે રાયડૂની વર્લ્ડકપની 15 સભ્યોની ટીમમાં પસંદગી કરવામાં આવી ન હતી

વર્લ્ડ કપ સ્ક્વોર્ડમાં રાયડૂને રિઝર્વમાં નાખી યુવા ઓલરાઉન્ડર વિજય શંકરને તક આપી છે શંકરની પસંદગી કરવા પાછળ પંસદગીકર્તાઓએ તેમને 3D પ્લેયર એટલે કે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડર ગણાવ્યા હતા આ અંગે નાયડૂએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, મેં વર્લ્ડકપ જોવા માટે 3D ગ્લાસ ખરીદી લીધા છે

આ દરમિયાન પ્રથમ જુલાઈના રોજ આઈસલેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાની ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ ઉપર પોસ્ટ મૂકીને અંબાતી રાયડૂને પોતાના દેશનું નાગરિત્વ સ્વિકારવાની અને પોતાના દેશ વતી રમવાની ઓફર કરી હતી