રથયાત્રામાં ભાગ લેનારા હાથીઓનું મેડિકલ ચેકઅપ, 16માંથી 15 તંદુરસ્ત, એક બીમાર

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ4 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા નીકળવાની છે આ રથયાત્રામાં 18 હાથીઓ ભાગ લેવાના છે જેમાંથી 16 હાથીઓની કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના ડૉક્ટરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી મેડિકલ તપાસમાં 15 હાથીઓ તંદુરસ્ત છે, જ્યારે એક હાથી બીમાર હોવાનું સામે આવ્યું છે

બિરજુ માલા નામની હાથણીને પગમાં ઈજા
રથયાત્રામાં ભાગ લેનારા હાથીઓની ડૉક્ટર સાહુની ટીમ દ્વારા 16 હાથીઓની મેડિકલ તપાસ કરવામાં આવી હતી જેમાં બિરજુ માલા નામની હાથણી બીમાર હોવાનો ખુલાસો થયો છે બિરજુ માલાને પગમાં ઈજા હોવાથી રથયાત્રામાં સામેલ નહીં કરાય

રથયાત્રાનો રૂટ 197 કિમી
આ રથયાત્રામાં 18 હાથી, 101 ટ્રક, 30 અખાડા, 03 રાસમંડળી, 18 ભજનમંડળી, 7 કાર, 1 ઘોડાઘાડી, 5 બેન્ડબાજા, 3 રથની પરવાનગી આપવામાં આવી છે રથયાત્રાનો રૂટ 197 કિમી છે રથયાત્રા સવારે 7 વાગ્યે જમાલપુરના જગન્નાથ મંદિરથી પ્રસ્થાન કરશે જમાલપુર મંદિરથી જમાલપુર દરવાજા, ખમાસા ચોકડી, રાયપુર ચાર રસ્તા, કાલુપુર સર્કલ થઈ બપોરે 12 વાગ્યે સરસપુર પહોંચશે ત્યાં વિશ્રામ બાદ બપોરે 130 વાગ્યે કાલુપુર સર્કલ થઈ પ્રેમ દરવાજા, દરિયાપુર જોર્ડન રોડ, દિલ્હી ચકલા, શાહપુર દરવાજા, શાહપુર અડ્ડા, આરસી, હાઈસ્કૂલથી દિલ્હી ચકલા પરત આવી ઘી કાંટા ચાર રસ્તા, પાનકોર નાકા અને ખમાસા થઈ રાત્રે 830 વાગ્યે જમાલપુર જગન્નાથ મંદિર પહોંચશે

Recommended