જોન્ટી રોડ્સે 10 મીટર દોડી હવામાં ઊછળીને ઈંઝમામને રનઆઉટ કર્યો હતો
  • 5 years ago
વાત છે વર્લ્ડ કપ 1992નીરંગભેદની નીતિને કારણે ‘બેન’ સહન કર્યા બાદ આફ્રિકાની ટીમ પહેલી વાર વર્લ્ડ કપાં ઊતરી હતી 8 માર્ચ 1992ના દિવસે સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી પહેલા બેટીંગ કરી સાઉથ આફ્રિકાએ 7 વિકેટ ગુમાવીને 211 રનનો સ્કોર ઊભો કર્યો હતોજવાબમાં ઊતરેલી પાકિસ્તાનની ટીમના ઓપનીંગ બેટ્સમેન ફક્ત 50 રન જ કરી શક્યા હતા પછી ઈંઝમામ ઉલ હકે 100થી વધુની સ્ટ્રાઈક રેટથી રન બનાવવાનું શરૂ કર્યુંઆથી પાકિસ્તાની સપોર્ટર્સને તેમની જીતની આશા બંધાઈ ઈન્ઝમામ 44 બોલ પર 48 રન ફટકારી ચૂક્યા હતા ત્યાર બાદ એવું થયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી ઈંઝમામ શોટ મારી રન લેવા દોડ્યા પરંતુ સામે છેડે રહેલા ઈમરાન ન દોડ્યા,,, ઈંઝમામ પાછા પોતાની ક્રિઝ પર પહોંચવા દોડ્યા પરંતુ આફ્રિકાના જોન્ટીએ 5 સેકન્ડથી પણ ઓછા સમયમાં 10 મીટર દોડીને હવામાં ઊછળી સ્ટંપમાં બોલ મારી દીધો ઈંઝમામ રનઆઉટ થઈ ગયા આ રીતે આ રન આઉટ ઈતિહાસમાં યાદગાર બની ગયો
Recommended