ઉત્તર કોરિયાની મુલાકાતે પહોંચનાર પહેલાં અમેરિકી રાષ્ટ્રપતિ બન્યાં ટ્રમ્પ, અસૈન્ય ક્ષેત્રમાં કિમ સાથે મુલાકાત કરી
  • 5 years ago
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરિયાઈ દ્વીપના અસૈન્ય ક્ષેત્ર (ડીમિલિટ્રાઈઝ્ડ ઝોન, ડીએમઝેડ)માં રવિવારે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ-ઉન સાથે મુલાકાત કરી હતી આ પહેલાં ટ્રમ્પે જી-20 સમિટમાં કિમને મળવાની જાહેરાત કરી હતી ટ્રમ્પે કહ્યું હતું કે ઉત્તર કોરિયા સાથે અમેરિકાના સંબંધ સારા થયા છે ગત એક વર્ષમાં બંને નેતાઓની આ ત્રીજી મુલાકાત છે આ દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે પહેલી ત્રિપક્ષીય બેઠક પણ છે
આ પહેલાં ટ્રમ્પે અહીં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન સાથે પણ મુલાકાત કરી હતી જે બાદ ટ્રમ્પે કહ્યું કે અમે ઉત્તર કોરિયાની સરહદ પર જઈ રહ્યાં છીએ અને ચેરમેન કિમની સાથે બેઠક કરીશ હું તેમને મળવા માટે ઉત્સુક છું અમારા સંબંધ ઘણાં સારા થઈ ગયા છે અસૈન્ય ક્ષેત્ર 1950-53ના યુદ્ધ બાદથી કોરિયાઈ પ્રાયદ્વીપની વિભાજક રેખા છે ટ્રમ્પે શનિવારે ટ્વીટ કરી કિમને કોરિયાઈ પ્રાયદ્વીપના અસૈન્ય ક્ષેત્રમાં મુલાકાત માટે આમંત્રણ આપ્યું હતું
Recommended