ખાંભાના જીનવાડીપરા વિસ્તારમાં 2 સિંહોએ 6 ગાયનો શિકાર કરી મીજબાની માણી

  • 5 years ago
ખાંભા: ખાંભાના મિતયાળા રોડ પર આવેલા જીનવાડીપરા વિસ્તારમાં ગત રાત્રે બે સિંહો શિકારની શોધમાં ચડી આવ્યા હતા રાત્રે એક વાગ્યે આ સિંહો ઘૂસી આવ્યા હતા અને રસ્તા પર રઝળતી 6 ગાયોનું મારણ કરી મિજબાની માણી હતી તેમજ શેરીઓમાં બંને સિંહોએ આંટાફેરા કર્યા હતા ખાંભાની આનંદ સોસાયટી, ભરવાડ શેરી, મહાદેવપરા, હંસાપરા, બીપીએલ કોલોનીમાં આ સિંહોએ ગાયોના મારણ કર્યા હતા સિંહો આવતા જ સ્થાનિક લોકો જાગી ગયા હતા અને હાંકલા પડકારા કર્યા હતા

Recommended