ભગવાન જગન્નાથજીનું મામેરું, રૂ.50 હજારના વાઘા અને સોનાનો ઢોળ ચઢાવાયેલો દોઢ કિલોનો હાર ચઢાવાયો
  • 5 years ago
અમદાવાદ: 142મી રથયાત્રાને લઇ ભગવાન જગન્નાથજીના મોસાળ સરસપુરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આજે સરસપુર રણછોડરાય મંદિરમાં મોસાળાના દર્શન યોજાયા હતા ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીને મોસાળામાં આપવામાં આવનાર શણગારના લોકોએ દર્શન કર્યા હતા તેમજ મામેરાના દર્શન માટે શ્રદ્ધાળુઓએ કડીયાવાડથી મંદિર સુધી લાઈન લગાવી હતી સાંજે 4 થી રાતે 930 સુધી મામેરાના શણગાર સરસપુર રણછોડ મંદિરમાં લોક દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે આ મામેરામાં સોનાનો ઢોળ ચઢાવાયેલો દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી અને ત્રણ દોરા ચઢાવવામાં આવ્યા છે રવિવારે સાંજે 4 વાગ્યાથી રાતે 930 વાગ્યા સુધી ભાણેજોને ફળોનો મનોરથ ધરાવવામાં આવ્યો છે
Recommended