વાયુસેના પ્રમુખ ધનોઆએ કહ્યું,‘પાકિસ્તાને તેની હવાઈ સીમા બંધ રાખી છે તો એ એમની સમસ્યા છે’
  • 5 years ago
વાયુસેના પ્રમુખ બી એસ ધનોઆએ કહ્યું હતું કે બાલાકોટ એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાનનું કોઇ વિમાન ભારતના હવાઇ વિસ્તારમાં ઘૂસી શક્યું નહોતું અમે 26 ફેબ્રુઆરીએ આતંકી કેમ્પનો સફાયો કરી લક્ષ્ય મેળવી લીધું હતું ત્યાર પછી પાકિસ્તાનના વિમાન ભારતીય સૈન્યના કેમ્પો પર હુમલાઓ માટે આવ્યા હતા, પણ સફળ થયા નહોતા અમે 27 ફેબ્રુઆરીએ થોડાંક કલાકો માટે એરસ્પેસને બંધ કર્યું હતું પાકિસ્તાને હજી પણ તેની હવાઈ સીમા બંધ રાખી છે તો એ એમની સમસ્યા છે

એર ચીફ માર્શલ ધનાઓ સોમવારે કારગીલ યુદ્ધના 20 વર્ષ પૂરા થવા પર ગ્વાલિયર એર બેસ પર એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તેમણે કહ્યું હતું કે આપણી અર્થવ્યવસ્થા જીવંત છે અને એર ટ્રાફિક મહત્ત્વનો ભાગ છે ભારતીય વાયુસેનાએ દેશના સિવિલ એર ટ્રાફિકને ક્યારેય રોક્યો નહોતો માત્ર 27 ફેબ્રુઆરીએ શ્રીનગર એરસ્પેસને 2-3 કલાક માટે બંધ કર્યું હતું તે વખતે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ હતી, પણ આપણી નાગરિક ઉડ્ડયન સેવાને કોઈ અસર થઈ નહોતી
Recommended