ભવનાથના સાધુએ ડિજિટલ ઇન્ડિયાનો લાભ ઉઠાવ્યો, સેવકે સેલ્ફ બેલેન્સ સ્કુટર ભેટ કર્યું

  • 5 years ago
જૂનાગઢ: સામાન્ય રીતે આપણે સાધુને તપ, ધ્યાન અને ભજન સાંભળતા જોતા હોઇ છીએ પરંતુ હવે સાધુ પણ ડિઝિટલ ઇન્ડિયાનો લાભ લઇ રહ્યા છે જૂનાગઢના ભવનાથમાં ગીરનારી અનક્ષેત્રના પ્રહલાદગીરી બાપુ માટે સેવક દિલ્હીથી સેલ્ફ બેલેન્સ સ્કુટર લઇ આવ્યા હતા આથી પ્રહલાદગીરી બાપુ રોજ ભવનાથમાં સેલ્ફ બેલેન્સ સ્કુટર લઇ લટાર મારવા નિકળતા આકર્ષણનું કેન્દ્ર બને છે સેલ્ફ બેલેન્સ સ્કુટર મેગા સીટી તેમજ રેલ્વે સ્ટેશન પરના પોલીસ જવાનો પાસે જોવા મળે છે પરંતુ ભવનાથમાં સાધુ પાસે સેલ્ફ બેલેન્સ સ્કુટર જોવા મળતા લોકોમાં ચર્ચા જાગી છે